સરસ્વતી વંદના સમારોહ
દર વર્ષની માફક આ વર્ષે પણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ "સરસ્વતી વંદના સમારોહ" - દિનાંક ૧૯ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ શ્રી એમ. પી. મેડિકલ કોલેજ ના ઓડિટોરિમ ખાતે જ્ઞાતિજનોની વિશાળ હાજરી વચ્ચે યોજાયો હતો. કેજી થી પીજી સુધી શિક્ષણ ક્ષેત્રે અવ્વલ નંબરે પાસ થઇ જ્ઞાતિનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓનું રોકડ ઇનામ, ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. લગભગ ૮૪ જેટલી માર્કશીટ્સ માં થી ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેણે વિવિધ ઉચ્ચ ક્ષેત્ર માં ઝળહળતી સફળતા સાથે જામનગર ખાતે જ્ઞાતિ નું ગૌરવ વધાર્યું તેઓને “સ્ટુડન્ટ ઓફ ધી યીઅર” ના સન્માન થી પણ સત્કારવા માં આવ્યા.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ અશોક ભાઈ બુચ દ્વારા સ્વાગત પ્રવચન માં સૌ જ્ઞાતિજનો ને આવકારવામાં આવ્યા. ત્યાર બાદ વર્ષ દરમિયાન અવસાન પામેલા જ્ઞાતિજનો તથા એડ્યુકેશન ફંડ ના દાતાઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ, કૂ. હેમશ્રી દેવદત્ત માંકડે શાસ્ત્રીય નૃત્ય દ્વારા સરસ્વતી તથા શિવને વંદના અર્પિત કરી. ત્યાર બાદ બાલમંદિર થી ચોથા ધોરણ સુધીના ભૂલકાઓ ને ઇનામ વિતરણ નો દોર શરુ થયો અને સર્વે વિજેતાઓને લોકોએ તાળીઓથી વધાવી લીધા.
આજ ના સાંપ્રત સમય માં જયારે આપણે સહુ “Educational Inflation” ના યુગ માં જીવીએ છીએ ત્યારે માત્ર ભણતર કે ડિગ્રી થકી વિદ્યાર્થી મનગમતી નોકરી, ધંધો કે વ્યવસાય થકી જીવન નિર્વાહ ના સોપાન સર કરી શકે એ શક્યતા ક્રમશ: જયારે ઓછી થતી ગઈ છે ત્યારે, માત્ર ભણતર ને બિરદાવવા થી જ શાળા, માતા-પિતા અને જ્ઞાતિ ની ફરજ પૂરી નથી થતી. આવા સમયે વિદ્યાર્થી ને તેના જીવન માં ભવિષ્ય માં સામે આવનાર દરેક પડકારો ને પહોચી વળવા માટે સક્ષમતા આપવા ની જવાબદારી પણ ઉપાડવી રહી. છેલ્લા ૬ વર્ષ થી, EC-JVNG જ્ઞાતિ પરત્વે ની આ ફરજ પ્રત્યે સંપૂર્ણપણે સભાન રહી છે અને દરેક વર્ષે વિદ્યાર્થીઓ તથા વાલીઓ નાં મન માં વિદ્યાર્થી ના સર્વગ્રાહી કે સંકલિત વિકાસ પ્રત્યે ની સભાનતા નાં બીજ રોપવા નો કોઈ મોકો ચુકી નથી.
આ પરીપેક્ષ માં, આ વખતે સરસ્વતી વંદના સમારોહ માં બે વિષયો પસંદ કરવા માં આવેલા. જેમાં નો પહેલો વિષય હતો “Ingredients of an Employable Youth” અને બીજો વિષય એટલે “નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન”. બંને વક્તાઓ એ પોત પોતાના વિષયોની બહુ જ સારી રીતે સર્વગ્રાહી, સુપાચ્ય અને સરળ રજૂઆત કરી. આ વક્તવ્યો સમારોહ નું સૌથી વિશિષ્ઠ આકર્ષણ અને હાર્દ બની રહ્યા. તદુપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ કે વડા વાલીઓ એટલે કે દાદા-દાદી એ પણ બન્ને વક્તવ્ય ને એક્ચીતે સાંભળી ને હૃદય પૂર્વક વધાવ્યાં.
આ વિષય પર નાગર જ્ઞાતિમાંથી પોતાના ક્ષેત્રે પ્રખ્યાત થયેલ બે મહાનુભાવો દ્વારા તેમના અનુભવ થકી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવાનું સત્ર ચાલુ થયું..આ સત્રમાં, ડૉ સંજય બુચ (IT & Recruitment Expert – Surat) તથા CA. દિપક રીંડાણી – (રાજકોટ) દ્વારા અનુભવ સિદ્ધ માર્ગદર્શન જ્ઞાતિજનોને મળ્યું.
ધોરણ પાંચ થી લઇ ને બારમાં ધોરણ સુધીના વિભાગ સુધીનો ઇનામ વિતરણ કાર્યક્રમ નો દોર ત્યાર બાદ શરુ થયો અને જ્ઞાતિજનોની તાળીઓ વચ્ચે ઉત્કૃષ્ટ પરિણામ લાવનારા તેજસ્વી તારલાઓ એ ઇનામ મેળવ્યા.
સ્ટુડન્ટ ઓફ ધ યર (જુનિયર) તરીકે મિરેકલ ભોલાનાથ રીંડાણી તેમજ સ્ટુડન્ટ ઓફ ધ યર (સિનિયર) તરીકે ડૉ તોષા જતિન દેસાઇ તથા CA મીત જીતેન્દ્ર માંકડને જાહેર કરવામાં આવ્યા.
અંતમાં સુશ્રી હેમાક્ષી બુચ દ્વારા હાજર રહેનાર તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં સહયોગ આપનાર તમામ નોતથા શૈક્ષણિક ઇનામોનાં દાતાઓનો હાર્દિક આભાર માન્યો હતો અને વખતો વખત આવા બૌદ્ધિક કાર્યક્રમો થતા રહેશે તેવી ખાતરી આપી હતી
કાર્યક્રમના સમાપનમાં જ્ઞાતિના બાળકોએ ખૂબ જ પ્રભાવી એવું હમ કો મન કી શક્તિ દેના.....ગીત કરાઓકે પર રહી ને શ્રી નીલેશ ઓઝા તથા શ્રીમતી રિદ્ધિ ભાવિક ધોળકિયા ની આગેવાની માં રજૂ કર્યું.