જામનગર વડનગરા નાગર જ્ઞાતિ આયોજીત “સ્વ.દિનુભાઈ માંકડ ટેનિસ બોલ ક્રિકેટ લિગ ૨૦૧૫”

EC-JVNG દ્વારા ગઇકાલ અને આજ એમ તારીખ ૧૦ અને ૧૧ ઓકટોબર ,૨૦૧૫ માટે જામનગર ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર “સ્વ.દિનુભાઈ માંકડ ટેનિસ બોલ ક્રિકેટ લિગ = ૨૦૧૫” નું આયોજન કરવા માં આવ્યું. જેમાં કુલ ૪ ટીમો એ ભાગ લીધો.

જેના નામ પણ પહેલી વખત A, B, C, D ની જગ્યા એ નવીનતા લાવવા માટે આ મુજબ રાખવા માં આવ્યા.

વિરેન માંકડ ના નેતૃત્વ હેઠળ “મારફાડ રિટર્નસ” કંદર્પ ધોળકિયા ના નેતૃત્વ હેઠળ “HYC ELEVEN” સ્મિત માંકડ ના નેતૃત્વ હેઠળ “દ્વારકેશ” આનદ બુચ ના નેતૃત્વ હેઠળ “અલગારી”

જેમાં ફાઇનલ મેચ HYC ELEVEN vs મારફાડ રિટર્નસ વચ્ચે રમવા માં આવ્યો .

જેમાં મારફાડ રિટર્નસએ ખરેખર સારું પ્રદર્શન કરી HYC ELEVEN સામે જીત મેળવી...

ભાદરવો પૂર બહાર માં પોતાનો રંગ પકડે અને એમાં આપણાં ખેલાડી ઑ પણ આ બંને દિવસ દરમ્યાન ખૂબ જ રંગ માં આવી ગયા (તડકા ની અસર ને લીધે નહીં હો....!!!)


આ બંને દિવસ ની રમત ના બધા પારિતોષિક નું વિવરણ ન આપતા મુખ્ય નામો ની યાદી અમે આપીએ છીએ.


મેન ઓફ ધ મેચ(ફાઇનલ) = કેયૂર રીંડાણી મેન ઓફ ધ સિરીઝ = ચિરાગ દેસાઇ બેસ્ટ ફિલ્ડર = ભાવેશ મંકોડી, બેસ્ટ બેટ્સમેન = તપન વૈષ્ણવ બેસ્ટ બોલર = હેમલ હાથી


આ બધુ તો રમત નો ભાગ હતો પણ આપણાં સૌ ના આશ્ચર્ય વચ્ચે ની મુખ્ય નોંધ કહી શકાય તેવી વાત કે આ ટુર્નામેન્ટ માં ૧૬ વર્ષ ના બાળક થી લઈ ને ૬૦ વર્ષ સુધી ના વય જુથ ના ખેલાડીઑ એ ભાગ લીધો.

તેમાં જે નામ નો ઉલ્લેખ કરવો ઘટે તેવા શ્રી જોગેન્દ્ર માર્કન્ડરાય માંકડ ઉર્ફ આપણાં #ચકાલાલ. જેઓ અંદાજે પાંચ દાયકા થી ક્રિકેટ રમે છે અને ફક્ત રમવા માટે રમવું એવું નહીં પણ મેદાન માં પગ મુક્તા જ તેઓ તેમની ઉમર ભૂલી જાય છે , તેમને રમતા નિહાળનાર પ્રેક્ષકો પણ તેઓ ની ઉમર નો અંદાજ ન લગાવી શકે.


ક્રિકેટ ની રમત તેમની શિસ્તબદ્ધતા માટે જાણીતી છે. આ રમત રમતો દરેક રમતવીર આ રમત માં થી લિડરશિપ, સમયબદ્ધતા, ખેલદિલી ના પાઠ શીખી શકે છે. ખેલદિલી જો એક વખત વ્યક્તિ ના ગુણો નો ભાગ બની જાય તો તે વ્યક્તિ વ્યવહારૂ જીવન માં ઘણી બધી મુશ્કેલીઓ નો હસતાં ચહેરે સામનો કરી શકે છે. રમતવીર જેમ મેદાન માં ખેલદિલ હોય તેમ જીવન માં પણ ખેલદિલ જ હોવો જોઇએ.


“સ્વ.દિનુભાઈ માંકડ ટેનિસ બોલ ક્રિકેટ લિગ = ૨૦૧૫” સૌ ને યાદ એટલા માટે પણ રહેશે કે બંને દિવસ દરમ્યાન મેદાન પર પ્લાસ્ટિક નો કે કોઈ પણ કચરો ન રહેવા દઈ ને ‘સ્વચ્છ ભારત’ અભિયાન નો સાચો અર્થ ચરિતાર્થ કર્યો.


બંને દિવસ પ્રેક્ષકો પણ મોટી સંખ્યા માં હજાર રહ્યા, શ્રી પુષ્કરભાઈ બક્ષી, શ્રી હરેશભાઈ ઓઝા એ લાઈવ કોમેન્ટ્રીની સેવા આપી અને પ્રેક્ષકો અને ખેલાડી ઑ ના જુસ્સા માં વધારો કર્યો.


શ્રી નિલેશભાઈ ઓઝા અને શ્રી હેમાંગભાઈ બુચે સ્કોરર તરીકે ખૂબ જ એકાગ્રતા થી ફરજ નિભાવી.7 views0 comments