Hatkesh Vadi

જામનગર શહેર નાં હાર્દ સમા વિસ્તાર હવાઈ ચોક માં વડનગરા નાગર જ્ઞાતિ ની વાડી બે ભાગ માં વહેંચાયેલી છે જે મંદિર ના પટાંગણ મંજ આવેલી છે. પટાંગણ માં ઓફિસ ની ઉપર ૬ રૂમ આવેલા છે જેમાં વી આઇ પી, ડિલક્ષ, સુપર દિલક્સ અને જનરલ રૂમ આવેલા છે. જેમાં અદ્યતન ડબલ બેડ , ડ્રેસિંગ ટેબલ, કબાટ જેવું અદ્યતન ફર્નિચર, લાઈટ પંખા, ટોયલેટ બાથરુમ  ગિઝર જેવી સુવિધાયુક્ત અને લેટેસ્ટ એસેસરી સાથે ઉપલબ્ધ છે.


બીજી બાજુ ની વિંગ માં નીચે મહાપ્રસાદ હોલજેમાં રસોડું સંપૂર્ણ વાસણ સહિત, ખુરશીઓ, વોશ એરિયા,  વોશીંગ એરિયા, લાઇટ પંખા, ઈન્વર્ટર, જેવી સુવિધા આવેલી છે.ઉપર મોટો સભા કક્ષ જેમાં પણ ટોયલેટ બાથરુમ અને બીજી સર્વસામાન્ય સુવિધા આવેલી છે. ઉપર અગાસી માં એક વી આઇ પી વાતાનુકૂલિત  રૂમ સાથે બીજા ચાર જનરલ રૂમ છે. વાડી માં વોટર કૂલર, નીચે પાર્કિંગ ની પણ વ્યવસ્થા છે.

© 2019 by ECJVNG